Gujarat New Bharti Rule 2023 : ગુજરાત સરકાર એ કલાસ 3 ની ભરતી માં કર્યો મોટો ફેરફાર.હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ પરીક્ષા, તારીખ 18 મે ના રોજ જાહેર કરવામાં પરિપત્ર અનુસાર ગુજરાત સરકાર એ સરકારી ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે.આ આર્ટિકલ માં સંપૂર્ણ માહિતી મેળવીશું.
ગુજરાત સરકારી ભરતી નવા નિયમો 2023
ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.
4 કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવાશે
મહત્વનું છે કે, જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. નોંધનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું.
દરેક ભરતી માટે કોમન પરીક્ષા સિલેબસ (Common Syllabus for All Class 3 Exam )
મેઈન્સ પરીક્ષા પેપર અને માર્ક્સ
MCQ આધારિત નવી પરીક્ષા પદ્ધતિ
મેઈન્સ સિલેબસ ગુજરાતી (Main Exam Syllabus Gujarati )
મેઈન્સ સિલેબસ અંગ્રેજી ( Main Exam Syllabus English )
મહત્વપૂર્ણ લિંક :
સ્પર્ધાત્મક પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ પરિપત્ર | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Gujarat New Bharti Rule 2023
સ્પર્ધાત્મક પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ 2023 નો પરિપત્ર કઈ તારીખે જાહેર કરવામાં આવ્યો
સ્પર્ધાત્મક પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ 2023 નો પરિપત્ર 18 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે
સ્પર્ધાત્મક પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ કેટલા તબક્કામાં પરીક્ષા લેવાશે ?
સ્પર્ધાત્મક પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ જેમાં પ્રિમિલનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે