GPSC Dyso Syllabus 2023 : GPSC Dy. SO સિલેબસ 2023 | GPSC Dy. મામલતદાર અભ્યાસક્રમ 2023: ગુજરાત જાહેર સેવા આયોગે નાયબ સેક્શન અધિકારી (Dy. SO) અને ડેપ્યુટી મામલતદાર માટે પ્રારંભિક પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વધુ વિગતો માટે આ લેખ તપાસો.
ગુજરાત સરકાર સચિવાલય, ગુજરાત વિધાનસભા સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગ સચિવાલય સંવર્ગના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને ગુજરાત મહેસૂલ સેવા સંવર્ગના નાયબ મામલતદાર, વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ.
નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.
GPSC Dyso Syllabus 2023
૧. પ્રાથમિક કસોટી
ક્રમ | પરીક્ષાનો પ્રકાર | પ્રશ્નપત્રનુ નામ | સમય | કુલ ફાળવેલ ગુણ |
૧. | હેતુલક્ષી | સામાન્ય અભ્યાસ | ૨ કલાક | ૨૦૦ |
૨. મુખ્ય પરીક્ષા
(પ્રાથમિક કસોટીમાં લાયક થયેલ હોય તેવા ઉમેદવારો માટે)
ક્રમ | પરીક્ષાનો પ્રકાર | પ્રશ્નપત્રનું નામ | સમય | કુલ ફાળવેલ ગુણ |
૧. | વર્ણનાત્મક | ગુજરાતી | ૩ કલાક | ૧૦૦ |
૨. | અંગ્રેજી | ૩ કલાક | ૧૦૦ | |
૩. | સામાન્ય અભ્યાસ-૧ | ૩ કલાક | ૧૦૦ | |
૪. | સામાન્ય અભ્યાસ-૨ | ૩ કલાક | ૧૦૦ | |
મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ (આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ) | ४०० |
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ | GPSC Dyso Syllabus 2023
સામાન્ય અભ્યાસ (પ્રાથમિક પરીક્ષા)
ગુણ-૨૦૦
પ્રશ્નોની સંખ્યા-૨૦૦
માધ્યમ- ગુજરાતી
સમય-૧૨૦ મીનીટ
(૧) ઈતિહાસ
૧. સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ. વેદિક યુગ- જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ.
૨. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પદ્મવ રાજવંશો.
૩. ગુજરાતના મહત્વના રાજવંશો-અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અથતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય.
૪. ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ : ગુજરાતના વિશેષ સંદર્ભમાં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
૫. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા.
૬. સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન.
૭. આઝાદી પછીનું ભારતઃ દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.
૮. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ.
(૨) સાંસ્કૃતિક વારસો
૧. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
૨. ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરાઃ તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો.
૩. ગુજરાતની કળા અને કસબ : સામાજિક સાંસ્કૃતિક પ્રદાન.
૪. આદિવાસી જનજીવન
૫. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.
(૩) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
૧. ભારતીય બંધારણ: ઉદ્દભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિધ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઇઓ અને અંતર્નિહિત માળખું.
૨. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા
૩. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
૪. પંચાયતી રાજ.
૫. જાહેર નીતિ અને શાસન. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનાં પ્રભાવો.
$. અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) ઈત્યાદી.
૭. ભારતની વિદેશનિતી – આંતરરાષ્ટ્રીય સંબંધો – મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનુ માળખુ અને અધિકૃત આદેશ.
૮. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો
(૪) ભારતીય અર્થતંત્ર અને આયોજન
૧. સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ- ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાન્તરે તેમાં આવેલા ફેરફારો. સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રઃ નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગઃ ઉદ્દેશો, બંધારણ અને કાર્યો.
૨. કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. બેંકિંગ અને વીમો; નિયમનકારી માળખું. ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો.
૩. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા; ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય. કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સબંધો. વસ્તુ અને સેવા કર (GST): ખ્યાલ અને સૂચિતાર્થો. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.
૪. ભારતના વિદેશ વ્યાપારનાં વલણો, સંરચના, માળખું અને દિશા.
૫. ગુજરાતનું અર્થતંત્ર – એક અવલોકન; ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય, અને પોષણ, કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ, ઉધોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.
(૫) ભૂગોળ
૧. સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિસ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંઘટન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ય અને વાતણ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો : ભૌતિક, રાસાયણીક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરીયાઈ અને ખંડીય સંશાધનો.
2. ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો: વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનીજો.
૩. સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો.
૪. આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગો; કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, પધ્ધતિઓ અને સમસ્યાઓ.
(૬) વિજ્ઞાન અને ટેકનોલોજી:
૧. વિજ્ઞાન અને ટેકનોલોજી: વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનુ યોગદાન.
૨. ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી): આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. આઇસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યોરીટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલીસી.
૩. અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી: ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ/વિકાસ. વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો.
૪. ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ: સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
૫. પર્યાવરણ વિજ્ઞાન: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, વન અને વન્યજીવન સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન.
(૭) સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
૧. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
૨. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
૩. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
૪. ઘડીયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો.
૫. સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
૬. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
૭. ટકા, સાદુ અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુક્શાન.
૮. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
૯. સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર બાજુ ધરાવતો ઘન, ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર).
૧૦. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યામતા, સંભાવના.
(૮) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
સિલેબસ PDF | અહીં ક્લિક કરો |