GUJARAT TALATI UPDATE 2023, GPSSBના ચેરમેન હસમુખ પટેલ સાહેબની ચર્ચા

GUJARAT TALATI UPDATE 2023:ગુજરાત તલાટી અપડેટ 2023 : (GPSSB) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 07/05/2023 ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે.

આર્ટીકલ માં આપણે તલાટી ભરતી 2023 ની અપડેટ વિશે માહિતી મેળવીશું. આપણે માહિતી મેળવવા આ પેજ ની વારંવાર મુલાકાત લેતા રહેવું અને તમને કોઈને કોમેન્ટ પણ કરી શકો છો.

GUJARAT TALATI UPDATE 2023

હસમુખ પટેલ : 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા : આવનારી 7મી તારીખે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે કહ્યું કે, આ પરીક્ષાને લઈને જિલ્લા સ્તરે કમિટી બનાવી છે. ગયા વખતે પરીક્ષામાં ધ્યાને આવ્યુ એ મુદ્દાઓની એસઓપીમાં ફેરફાર કર્યા હતા.

GPSSB દ્વારા તલાટી પરીક્ષા કેન્દ્રમાં સરનામા માં ભૂલ હોવાથી પરીક્ષા કેન્દ્ર માં ફેરફાર ફેરફાર કરવામાં આવેલ છે. તલાટી કોલ લેટર 2023 ojas.gujarat.gov.in પોર્ટલ જાહેર થશે. ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવાના ફરજીયાત રહશે. કોલ લેટર ડાઉનલોડ કરવાનો તારીખ અને સમય: 27-04-2023, બપોરે 01:00 થી 07-05-2023, બપોરે 12:30 સુધીનો છે.

Screenshot 2023 05 02 09 13 22 75 c32fb88034c666d2262d52daab424955

દરેક જિલ્લા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે 2694 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી છે કે, ગત પરીક્ષામા વ્યવસ્થા કરી હતી એવી વ્યવસ્થા ફરીથી કરે. તલાટીની પરીક્ષા માટે અત્યાર સુધી 90% ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થયા છે. 

  • દરેક જિલ્લા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી
  • કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરાશે:હસમુખ પટેલ
  • ST અને રેલવેને વિગતો આપેલ છે:હસમુખ પટેલ

GUJARAT TALATI UPDATE 2023

તલાટી ન્યુજ પેપર અપડેટ

ગુજરાત તલાટી પરીક્ષા 2023 માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના

હસમુખ પટેલ દ્વારા તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે આજે ખાસ અગત્યની સૂચનાઓ ટ્વિટ કરવામાં આવી છે. જે તમે નીચે આપેલ તમામ ટ્વિટ જોઈ શકો છો.

GUJARAT TALATI UPDATE 2023