UPSC IAS Exam Pattern: સિવિલ સર્વિસ માટે કઈ રીતે લેવાય છે પરીક્ષા, જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી

UPSC IAS Exam

શિક્ષણમાં પરીક્ષાનું આગવું મહત્વ હોય છે. પરીક્ષા થકી વિદ્યાર્થીની ક્ષમતા માપવામાં આવે છે. પરીક્ષા થકી જ તેના ભવિષ્યનો અંદાજ આવતો હોય છે. યુપીએસસી આઈએએસની પરીક્ષા (UPSC IAS Exam)માં પણ આવું જ છે. આ પરીક્ષા ઉમેદવારની શૈક્ષણિક કુશળતા અને પોતાની જાતને વ્યવસ્થિત અને યોગ્ય રીતે રજૂ કરવાની ક્ષમતાને ચકાસવા માટે બનાવવામાં આવી છે. યુપીએસસી આઈએએસની પરીક્ષા (UPSC IAS Exam Pattern) ઉમેદવારોના એકંદર બૌદ્ધિક લક્ષણો અને સમજની સ્તરનું મૂલ્યાંકન કરતી હોય છે. આ કારણે જ આ પરીક્ષા જરૂરી બની જાય છે.

બે તબક્કામાં લેવાય છે પરીક્ષા(UPSC IAS Exam)

યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે તબક્કામાં લેવાય છે. જેમાં પ્રથમ તબક્કો પ્રિલિમ્સ અને બીજો તબક્કો મેઇન્સનો રહે છે. ત્યાર પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે.

UPSC IAS Exam

પ્રિલિમ્સ અને મેઇન્સની પરીક્ષામાં શું હોય છે?(UPSC IAS Exam)

પ્રિલિમ્સ એક્ઝામ પેટર્ન

આઈએએસની પ્રિલિમિનરી પરીક્ષા 400 માર્ક્સની હોય રહે છે. તેમાં બે પેપર હોય છે. જેમાં જનરલ સ્ટડીઝ અને સિવિલ સર્વિસીસ એપ્ટીટ્યૂડ ટેસ્ટ (સીએસએટી)નો સમાવેશ થાય છે. આ બંને પ્રશ્નપત્રો ઓબ્જેક્ટિવ પ્રકારના હોય છે. એક્ઝામ માટે બે કલાકનો સમય આપવામાં આવે છે.

યાદ રાખો કે, સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી)નું બીજું પેપર એટલે કે પેપર-2 – સીએસએટી ક્વોલિફાઇંગ પેપર ગણાય છે. આ પેપરમાં ઓછામાં ઓછા ક્વોલિફાઇંગ માર્ક્સ 33 ટકા નક્કી કરવામાં આવ્યા છે.

પ્રિલિમ્સમાં બે પેપર હોય છે. જે 200 ગુણના રહે છે. આ પ્રશ્નપત્રો હિન્દી અને અંગ્રેજી બંનેમાં સેટ કરવામાં આવે છે. જો કે, અંગ્રેજી ભાષા બાબતે પૂછાયેલા પ્રશ્નો ફક્ત અંગ્રેજીમાં જ આપવાના રહે છે. અંધ ઉમેદવારોને દરેક પેપર માટે 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે.

યુપીએસસી સિવિલ સર્વિસીસ મેઇન્સની પેટર્ન

મેઇન્સની પરીક્ષા માટે 2025 ગુણ ગુણ હોય છે. પ્રિલિમ્સ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને મેઇન્સની પરીક્ષા આપવાની હોય છે. ત્યારબાદ મેઇન્સની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. પરિણામ માટે મેઇન્સની પરીક્ષા અને ઇન્ટરવ્યૂના કુલ ગુણનો સરવાળો ધ્યાનમાં લેવાય છે. અહી યુપીએસસી આઈએએસની પરીક્ષાની પેટર્ન અને ગુણ સહિતની જાણકારી આપવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં નીચેના પેપરનો સમાવેશ થાય છે:(UPSC IAS Exam)

પેપરવિષયકુલ ગુણ
પેપર એબંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓમાંથી ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવનારી ભાષા300
પેપર બીઅંગ્રેજી300
મેરિટ (રેન્કિંગ) માટે ગણવામાં આવતું પેપર
પેપર Iનિબંધ250
પેપર IIજનરલ સ્ટડી-I(ભારતીય ધરોહર અને સંસ્કૃતિ, વિશ્વ અને સમાજનો ઇતિહાસ અને ભૂગોળ250
પેપર IIIજનરલ સ્ટડી- IIશાસન, બંધારણ, રાજનીતિ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો250
પેપર IVજનરલ સ્ટડી- IIIટેકનોલોજી, આર્થિક વિકાસ, જૈવ વિવિધતા, પર્યાવરણ, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન250
પેપર Vજનરલ સ્ટડી- IVનૈતિકતા, અખંડિતતા અને યોગ્યતા250
પેપર VIવૈકલ્પિક વિષય 1250
પેપર VIIવૈકલ્પિક વિષય 2250
લેખિત પરીક્ષાનો સબ ટોટલ1750
પર્સનાલિટી ટેસ્ટ275
કુલ ગુણ2025

ઉમેદવારોએ અહીં નોંધવું કે, નીછે, આપેલા વિષયોમાંથી ઉમેદવાર કોઈ પણ એક વિષય પસંદ કરી શકે છે.

ભાષાસ્ક્રિપ્ટ
આસામીઆસામી
બંગાળીબંગાળી
ગુજરાતીગુજરાતી
હિન્દીદેવનાગરી
કન્નડકન્નડ
કાશ્મીરીપર્સિયન
કોંકણીદેવનાગરી
મલયાણમમલયાણમ
મણિપુરીબંગાળી
મરાઠીદેવનાગરી
નેપાળીદેવનાગરી
ઓડિયાઓડિયા
પંજાબીગુરુમુખી
સંસ્કૃતદેવનાગરી
સિંધીદેવનાગરી કે અરેબિક
તમિલતમિલ
તેલગુતેલગુ
ઉર્દૂપર્સિયન
બોડોદેવનાગરી
ડોગરીદેવનાગરી
મૈથલીદેવનાગરી
સંથલીદેવનાગરી કે ઓલચીકી

સંથાલી ભાષા માટે પ્રશ્નપત્ર દેવનાગરી લિપિમાં છાપવામાં આવશે. જોકે, ઉમેદવારો દેવનાગરી સ્ક્રિપ્ટમાં અથવા ઓલ્ચિકીમાં જવાબ આપી શકે છે.

વિષય
એગ્રિકલ્ચર
એનિમલ હસબન્ડરી એન્ડ વેટરનરી સાયન્સ
એન્થ્રોપોલોજી
બોટની
કેમિસ્ટ્રી
સિવિલ એન્જિનિયરિંગ
કોમર્સ અને એકાઉન્ટન્સી
ઇકોનોમિક્સ
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
ભૂગોળ
ભૂસ્તરશાસ્ત્ર
ઇતિહાસ
કાયદો
મેનેજમેન્ટ
ગણિત
મેકેનિકલ એન્જિનિયર
પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ
સાયકોલોજી
પબ્લિક એડમિનિસ્ટ્રેશન
સોશિયોલોજી
સ્ટેટિસ્ટિક્સ
ઝૂલોજી
નીચેની કોઈ પણ એક ભાષાનું સાહિત્ય: (આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ અને અંગ્રેજી)