voter id online:નવું ચૂંટણી કાર્ડ માટે ઓર્ડર કરવા માટે, જો તમારી પાસે એકદમ જૂનું કાર્ડ છે અથવા તમારું કાર્ડ ખોવાઈ ગયું છે, તો તમે માત્ર બે મિનિટમાં નવું ચૂંટણી કાર્ડ મેળવી શકો છો. તમારા ઘરે ઇલેક્શન પહેલા નવું નકોર પ્લાસ્ટિકનું ચૂંટણી કાર્ડ આવશે. આ પ્રોસેસ દ્વારા સંપૂર્ણ માહિતી વાંચો.
voter id online:New Voter ID Card Gujarati: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે મતદાનની પણ તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં કુલ સાત તબક્કાઓમાં મતદાન કરવામાં આવશે અને ચૂંટણીનું પરિણામ 4 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે તારીખ 19 એપ્રિલ 2024 ના રોજથી મતદાન શરૂ કરવામાં આવશે.
આવી સ્થિતિમાં જો તમારી પાસે તમારું ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડી કાર્ડ નથી તો તરત જ તમે બનાવી શકો છો. જ્યારે ચૂંટણીકાર્ડ વર્ષોથી ક્યાંક મુકાઇ ગયું હોય તો તેને કાઢી અને ચેક કરી લો કે સરખું છે કે નહીં. તમારી પાસે જૂનું તૂટેલું ચૂંટણી કાર્ડ છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધા એવા લોકો છે જેમના ચૂંટણી કાર્ડ વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા અને તે જૂના થઈ ગયેલ છે. એટલા માટે જ તમને આજે નવું અને ચમકતું ચૂંટણી કાર્ડ કેવી રીતે બનાવવું તેના વિશે માહિતી આપવાના છીએ.
હવે જૂના ચૂંટણી કાર્ડને બદલો અને નવું પ્લાસ્ટિકનું ઓર્ડર કરો:VOTER ID ONLINE
જે લોકો પાસે ઘણા વર્ષો જૂનું ચૂંટણી કાર્ડ હશે તો તેઓએ કદાચ તેને લેમિનેશન કરીને રાખ્યું હશે. આ લેમિનેશન સમય જતાં ખરાબ થઈ જતું હોય છે. આવી સ્થિતિમાં તેને બચાવી રાખવું મુશ્કેલ થઈ જતું હોય છે. કા તો તે તૂટી જાય છે અથવા તો ધીમે ધીમે નબળું પડતું જાય છે. હવે તમે તેના બદલે એક નવું પ્લાસ્ટિકનું કાર્ડ મંગાવી શકો છો જેની પ્રક્રિયા એકદમ સરળ છે. વાંચો સંપૂર્ણ પ્રોસેસ નીચે.
આ રીતે કરો નવું ચૂંટણી કાર્ડ ઓર્ડર:Voter Id online
તમારે નવા મતદાર આઈડી માટે ક્યાંય જવાની જરૂર નથી, તમારે ફક્ત તમારા મોબાઈલ ફોનના પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરવાની રહેશે, ધ્યાનમાં રાખો કે તે ફક્ત ચૂંટણી પંચની એપ હોવી જોઈએ. કારણ કે તમને અનેક પ્રકારની નકલી એપ્સ પણ જોવા મળશે.
- આ પછી તમારે તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એપ ખોલ્યા પછી, તમને નીચે મતદાર નોંધણીનો વિકલ્પ દેખાશે.
- આ પછી, એન્ટ્રીઓના સુધારણા માટે એક વિકલ્પ દેખાશે, ત્યારબાદ તમારે રાજ્યનું નામ અને મતદાર ID નંબર દાખલ કરવો પડશે.
- તમારા વોટર આઈડી કાર્ડનો તમામ ડેટા તમારી સામે હશે, આ પછી જો તમે કોઈ સુધારો કરવા માંગતા હોવ તો તમે તે પણ અહીંથી કરી શકો છો.
- નવું કાર્ડ મેળવવા માટે, તમારે ફક્ત મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને સુધારણા વિના ઈસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ પર ક્લિક કરવું પડશે.
- તમને અહીં બદલવાનું કારણ પણ પૂછવામાં આવશે, જો તમે ખોવાઈ ગયું છે તે વિકલ્પ પસંદ કરો છો તો તમારે એફઆઈઆરની નકલ જોડવી પડશે, તેથી બીજા વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી તમે સબમિટ બટન પર ક્લિક કરો અને આ પછી તમને એક મેસેજ મળશે જેમાં તમે તમારું કાર્ડ ટ્રેક કરી શકો છો.
જો તમારા પરિવારમાં કોઈની પાસે ફાટેલું જૂનું મતદાર કાર્ડ હોય, તો તેને આ પદ્ધતિ જણાવો, તમારી અરજીના થોડા દિવસોમાં, પ્લાસ્ટિકનું નવું મતદાર કાર્ડ તમારા ઘરે પહોંચી જશે. જેને તમે સરળતાથી ગમે ત્યાં રાખી શકો છો.
ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓર્ડર કરો નવું ચૂંટણી કાર્ડ:Voter Id online
જો તમારે મોબાઈલ એપ્લિકેશનના બદલે ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર જઈને નવું ચૂંટણી કાર્ડ ઓર્ડર કવું છે તો નીચે આપેલ ફોટો અને સ્ટેપ્સને ફોલો કરીને ઓર્ડર કરી શકો છો.
1) સૌપ્રથમ તમારે ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઈટ https://voters.eci.gov.in/ ઉપર જવાનું રહેશે.
2) ત્યારબાદ લૉગઈન નો ઓપ્શન હશે તેમાં લૉગઈન થવાનું રહેશે. જો તમે પાસવર્ડ ખબર ન હોય તો નીચે ફોરગેટ પાસવર્ડ ઉપર જઈ નવો પાસવર્ડ બદલી લૉગઈન થવાનું રહેશે.
3) લૉગઈન થઈ ગયા બાદ તમારે “Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of EPIC/marking of PwD” આવું લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
4) સિલેકટ કરશો એટલે તમારે Other Elector વિકલ્પ પસંદ કરી Epic Number નાખવાનો રહેશે. મિત્રો Epic Number એટલે તમારો ચૂંટણી કાર્ડ નંબર.
5) જેવુ તમે Epic Number નાખી ઓકે ઉપર ક્લિક કરશો એવું તમને તમારી સામે તમારા ચૂંટણી કાર્ડની વિગતો લખેલી દેખાશે.
6) ચૂંટણી કાર્ડની વિગતો બરાબર જોઈ અને પછી તમારે OK ઉપર ક્લિક કરવાનું રહેશે.
7) OK ઉપર ક્લિક કર્યા બાદ તમારે Issue of Replacement EPIC without correction વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
8) વિકલ્પ પસંદ કર્યા બાદ ત્રણ ભાગમાં તમને તમારી વિગતો દેખાશે જેમાં તમારે Next ઉપર એક પછી એક ક્લિક કરવાનું રહેશે.
9) આટલું કર્યા બાદ છેલ્લે નવા ચૂંટણી કાર્ડ માટે બીજો અથવા ત્રીજો વિકલ્પ પસંદ કરો ત્યારબાદ તમારી હાલની લોકેશન કઈ છે તે લખી અને કેપચા લખીને સબમિટ ઉપર ક્લિક કરો.
10) સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમારી ચૂંટણી કાર્ડની વિગતો તમારી સામે દેખાશે જે ધ્યાનથી ચેક કરી લો અને ફરીથી સબમિટ ઉપર ક્લિક કરી દો.
બસ આટલું કર્યા બાદ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને તમને રેફરન્સ નંબર પણ આપવામાં આવશે. જે નંબર દ્વારા તમારી પ્રોસેસ કેટલે સુધી પહોંચી છે તેની જાણકારી પણ તેના દ્વારા તમને મળતી રહેશે. બસ આ જ પ્રોસેસ દ્વારા તમે જૂના ચૂંટણી કાર્ડને નવા ચૂંટણી કાર્ડમાં બદલી શકો છો. યાદ રહે ચૂંટણી આવતા પહેલા જ આ પ્રોસેસ પૂર્ણ કરી દો.
Voter Id online Voter Id online Voter Id online Voter Id online Voter Id online Voter Id online