lrd bharti 2024:Police Constable and Police Sub-Inspector Update

Contents show

lrd bharti 2024

:: તા.૦૬.૦૫.૨૦૨૪ ::

ફી ભરવા માટે જરૂરી સુચના

જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૧૭,૦૦૦ જેટલા ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. ઓનલાઇન ફી ભરવા માટેનો આવતીકાલ તા.૦૭/૦૫/૨૦૨૪ છેલ્લો દિવસ છે, જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ફી સમયસર ભરી દેવી. જો સમયસર ફી ભરાશે નહીં તો આવા ઉમેદવારોની અરજી રદ થશે.


:: તા.૦૪.૦૫.૨૦૨૪ ::

ફી ભરવા માટે જરૂરી સુચના

જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૨૦,૦૦૦ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.

  1. પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો……
  2. ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે (અગાઉ મૂકેલ છે તે ઉપરાંત વધારાના) અહીં કલીક કરો……

:: તા.૦૧.૦૫.૨૦૨૪ ::

ફી ભરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦.૦૪.૨૦૪ દરમ્યાન ૧૨,૪૫,૬૧૨ અરજીઓ થયેલ છે તે પૈકી ૧૦,૨૬,૮૧૯ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલઃ ૧,૫૫,૩૭૧ ની કન્ફર્મ થયેલ છે તે પૈકી તા.૦૧/૦૫/૨૦૨૪ નારોજ કલાકઃ ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ૧,૨૯,૨૧૮ ઉમેદવારોએ ફી ભરેલ છે, આમ હજી ૨૬,૧૫૩ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.

વધુમાં ખાસ જણાવવાનું કે, જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે તેવા ઉમેદવારોની અરજીમાં કોઇ ભુલ રહેલ હોય તો આ બાબતે રૂબરૂમાં કે ટપાલથી ભરતી બોર્ડ ખાતે સુધારા માટે રજુઆત કરવી નહીં, કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઇ સુધારો કરી શકાય નહીં જે ધ્યાને લેવુ.


:: તા.૨૯.૦૪.૨૦૨૪ ::

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૯/૦૪/૨૦૨૪ના બપોર કલાકઃ ૧૨.૪૫ સુધીમાં ૧૦,૭૮,૪૧૦ અરજીઓ થયેલ છે તે પૈકી ૮,૯૨,૪૮૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, અરજી કરવાની છેલ્લી આવતીકાલ તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ ફકત ૨ (બે) દિવસ જ બાકી છે. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.

:: તા.૨૫.૦૪.૨૦૨૪ ::lrd bharti 2024

અરજી કન્ફર્મ કરવા અંગે જરૂરી માર્ગદર્શન

ઉમેદવારો તરફથી રજુઆત મળેલ છે કે, અરજી કન્ફર્મ થયા અંગેનો કોઇ મેસેજ મળેલ ન હોય તો અરજી કન્ફર્મ થયેલ છે કે નહી તે કઇ રીતે જાણી શકાય? જે અંગે જરૂરી માર્ગદર્શન નીચે મુજબ છે.

OJAS પોર્ટલ પર અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ SAVE બટન ઉપર કલીક કરવાથી અરજી નંબર દેખાશે જે નોંધી લેવો. આ અરજી નંબરનો ઉપયોગ કરી ફોટો અને સહી અપલોડ કરવી. અરજી કન્ફર્મ કરવા માટે Online Application માં Confirm બટન ઉપર કલીક કરવુ ત્યાર બાદ અરજી નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ OK બટન ઉપર કલીક કરવાથી તમારી અરજી કન્ફર્મ થઇ જશે અને ૮ (આઠ) આંકડાનો કન્ફર્મ નંબર પણ દેખાશે જે નોંધી લેવો.

જો અરજી કન્ફર્મ કરેલ હોય અને કન્ફર્મ નંબર ભુલી ગયા હોય તો OJAS પોર્ટલના Home પેઇઝ ઉપર Help/Query સેકશનમાં “તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં કલીક કરો” ઉપર કલીક કરવાથી Enter Advertisement No. માં GPRB/202324/1 અને મોબાઇલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો છો.

તમે અરજી કન્ફર્મ કરેલ છે અને કન્ફર્મ થઇ છે કે નહીં તેની ખબર ના પડતી હોય તો નીચેની લીંક ઉપર કલીક કરવાથી તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. જો તમને કન્ફર્મેશન નંબર મળે તો તમારી અરજી કન્ફર્મ અને જો ના મળે તો તમારી અરજી કન્ફર્મ થયેલ નથી. જો તમારી અરજી કન્ફર્મ થયેલ ના હોય તો તમારે અરજી કન્ફર્મ કરવાની થાય અથવા નવેસરથી બીજી અરજી કરવાની થાય.

કન્ફર્મેશન નંબર જાણવા માટે નીચેની લીંક ઉપર કલીક કરો.


:: તા.૨૪.૦૪.૨૦૨૪ ::lrd bharti 2024

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૪ના સવાર સુધીમાં ૭,૮૧,૮૪૮ અરજીઓ થયેલ છે તે પૈકી ૬,૪૧,૫૯૧ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૭ (સાત) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.

ઉપરોકત બાબતે જો કોઇ પ્રશ્ન હોય તો વેબસાઇટ પર મૂકવામાં આવેલ પ્રશ્નો/જવાબનો અભ્યાસ કરી લેવો તેમજ વધુ જરૂર જણાય તો સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી પોલીસ ભરતી બોર્ડની હેલ્પલાઇન નંબરઃ (1) 81608 80331 (2) 81608 53877 (3) 81608 09253 તથા ટોલ ફ્રી નંબરઃ 1800 233 5500 ઉપર સંપર્ક કરી માહિતી મેળવી લેવી.

:: તા.૧૫.૦૪.૨૦૨૪ ::lrd bharti 2024

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૪ના બપોર સુધીમાં ૪,૫૯,૬૦૯ અરજીઓ થયેલ છે તે પૈકી ૩,૬૭,૦૭૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૧૫ (પંદર) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી ભોગે સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી.

: તા.૧૨.૦૪.૨૦૨૪ ::lrd bharti 2024

પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક

લોકરક્ષક તથા પો.સ.ઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.

આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે અહીં કલીક કરો……


ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીથી સ્નાતક થતાં ઉમેદવારો માટે માર્ગદર્શન

કેટલાક ઉમેદવારો કે જેઓએ ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીનો બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ (BPP) બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસ કરેલ છે, તેવા ઉમેદવારો લોકરક્ષક / પો.સ.ઇ.માં અરજી કરી શકે કે કેમ?

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીની માર્ગદર્શન પુસ્તિકામાં સ્નાતક ૫દવી માટેના પ્રારંભિક અભ્યાસક્રમ અંગેનું સાહિત્ય વંચાણે લેતાં બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ ઘોરણ-૧ર સમકક્ષ નથી. જેથી બી.પી.પી. પાસ કરનાર ઉમેદવાર કે જેણે ઘોરણ-૧ર પાસ કરેલ ન હોય અથવા તો ઘોરણ-૧ર પાસને સમકક્ષ ગણાતો ડિપ્લોમા / આઇ.ટી.આઇ. પાસ કરેલ ન હોય તો તે લોકરક્ષકમાં અરજી કરી શકશે નહીં કારણ કે તેણે ઘોરણ-૧ર સમકક્ષ ૫રીક્ષા પાસ કરેલ નથી.

૫રંતુ જો બી.પી.પી. કર્યા બાદ ઉમેદવારે બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીમાં સ્નાતક એટલે કે બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસક્રમ કરેલ હોય તો તે ઉમેદવાર પો.સ.ઇ. માટે અરજી કરી શકશે.

આવા ઉમેદવારે ઘોરણ-૧ર સમકક્ષની માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અ૫લોડ કરવાની રહેશે તથા તેમાં દર્શાવ્યા મુજબનું નામ અરજીમાં ભરવાનું રહેશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટી અંગે ઉમેદવારો ઘ્વારા મળેલ રજૂઆતના આઘારે ચકાસણી કરી ઉ૫રોકત વિગતો મુકેલ છે. કોઇ ઉમેદવાર પાસે આ પ્રકારની અન્ય યુનિવર્સીટીની કોઇ ડિગ્રી હોય તો તેના પ્રમાણ૫ત્રો તથા યુનિવર્સીટીના અભ્યાસક્રમ સાથે ભરતી બોર્ડનો રૂબરૂ સં૫ર્ક કરવાથી તેઓને વઘુ માર્ગદર્શન આપી શકાશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીના અભ્યાસક્રમની માહિતી માટે અહીં કલીક કરો……


મેડીકલ ચકાસણી:lrd bharti 2024

ઉમેદવારો તરફથી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયા બાદ તબીબી પરીક્ષણને લગત નીચે જણાવ્યા મુજબના પ્રશ્નો અમારી સમક્ષ આવેલ છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય વિભાગના મેડીકલ બોર્ડને પત્ર લખવામાં આવનાર છે. જેથી નીચે જણાવેલ પ્રશ્નો સિવાય તબીબી પરીક્ષણને લગત જો કોઇ અન્ય પ્રશ્ન હોય તો દિન-૨માં જણાવવુ.

  1. જો જુનુ અસ્થીભંગ હોય અને દોડ પુરી કરી શકતા હોય તો માન્ય રહે કે કેમ?
  2. શરીરના કોઇપણ ભાગે ટેટુ કે છૂંદણા હોય તો માન્ય રહે કે કેમ?
  3. આંખના નંબર હોય તો માન્ય રહે કે કેમ? જો આંખના નંબર હોય તો કેટલા નંબર સુધી માન્ય રહેશે?
  4. દાંત તુટેલા હોય તો માન્ય રહે કે કેમ?
  5. જમણો હાથ વાપરનારની પ્રથમ આંગળી અડધી કપાઇ ગયેલ છે માન્ય રહે કે કેમ?
  6. હાથના ભાગે કે પગના ભાગે કોઇ ઓપરેશન કરાવેલ હોય તો માન્ય રહે કે કેમ?

:: તા.૧૦.૦૪.૨૦૨૪ ::

ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના

ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.

તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.

  1. બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
  2. લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?

ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.

જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.


:: તા.૦૯.૦૪.૨૦૨૪ ::

કેટલાક ઉમેદવારો ૫ગારઘોરણ વિશે જાણવા માગે છે, જેની વિગતો નીચે મુજબ છે.

સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગરના તા.૧૮.૧૦.૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/ ૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ માં જણાવ્‍યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાં માસિક રૂ.૪૯,૬૦૦/- તથા લોકરક્ષક સંવર્ગમાં માસિક રૂ.૨૬,૦૦૦/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં (પગાર ધોરણ નીચે દર્શાવ્યા મુજબ છે.) નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.

  1.     બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર:    ૩૯,૯૦૦ – ૧,૨૬,૬૦૦
  2.     લોકરક્ષક સંવર્ગ:                                        ૧૮,૦૦૦ – ૫૬,૯૦૦

lrd bharti 2024 8/4/2024

lrd bharti 2024:ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

  1. 81608 80331
  2. 81608 53877
  3. 81608 09253

તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.

  1. જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
  2. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.

બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.

lrd bharti 2024 7/4/2024

lrd bharti 2024:તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.

  1. જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
  2. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.

બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.

lrd bharti 2024 lrd bharti 2024 lrd bharti 2024

lrd bharti 2024 lrd bharti 2024 lrd bharti 2024

lrd bharti 2024

IMPORTANT LINK:lrd bharti 2024

More details: Click Here

List

High Court of Gujarat

High Court of Gujarat Updates on 13 May 2024

High Court of Gujarat Updates High Court of Gujarat has published Various Posts Updates on 15-05-2024, Check below for more …
GSEB Std 10 SSC Result

Breaking News GSEB Std 10 SSC Result now available at gseb.org!

Breaking News GSEB Std 10 SSC Result now available at gseb.org! The Gujarat Board SSC Result 2024 will be released …

The date and time for the GSEB SSC Result 2024 Class 10th Result can be found on the official website of GSEB, which is @gseb.org.

The date and time for the GSEB SSC Result 2024 Class 10th Result can be found on the official website …

Apply online for the High Court of Gujarat Translator Recruitment 2024! Check out the eligibility criteria and syllabus before submitting your application.

High Court of Gujarat Translator Recruitment 2024 Gujarat High Court Translator Notification 2024 has been released. The Gujarat High Court …
High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024 High Court of Gujarat has published a call letter Notification …

Leave a Comment