BAOU Recruitment 2023: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 60,000 સુધી

BAOU Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

BAOU Recruitment 2023 | Dr. Babasaheb Ambedkar Open University Recruitment 2023

સંસ્થાનું નામડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ03 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ19 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://baou.edu.in/
BAOU Recruitment 2023 BAOU Recruitment 2023

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ઘ્વારા 03 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 જૂન 2023 છે તથા ફોર્મ ની ઓફલાઈન હાર્ડકોપી મોકલવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BAOU દ્વારા એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટર, સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ, રિજનલ ડાઈરેક્ટર, આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટર, સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર, ઇલેક્ટ્રિક એન્જીનીયર, સિવિલ એન્જીનીયર, સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર, કમ્પ્યુટર પ્રોગ્રામર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, સ્ટુડિયો મેનેજર, ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયર, રેડિયો એન્જીનીયર, રેડિયો કન્ટેન્ટ ક્રીયેટર, રેડિયો ઓપરેટર તથા ગ્રાફિક ડિઝાઈનરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:BAOU Recruitment 2023

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એસોસિયેટ પ્રોફેસરરૂપિયા 60,000
આસિસ્ટન્ટ પ્રોફેસરરૂપિયા 40,000
રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટરરૂપિયા 40,000
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટરૂપિયા 25,000
રિજનલ ડાઈરેક્ટરરૂપિયા 35,000
આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટરરૂપિયા 30,000
સેક્શન ઓફિસરરૂપિયા 25,000
આસિસ્ટન્ટ રજિસ્ટ્રારરૂપિયા 30,000
ડેપ્યુટી રજિસ્ટ્રારરૂપિયા 35,000
ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસરરૂપિયા 35,000
ઇલેક્ટ્રિક એન્જીનીયરરૂપિયા 30,000
સિવિલ એન્જીનીયરરૂપિયા 30,000
સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામરરૂપિયા 40,000
કમ્પ્યુટર પ્રોગ્રામરરૂપિયા 25,000
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરરૂપિયા 25,000
નેટવર્ક એડમિનિસ્ટ્રેટરરૂપિયા 25,000
સ્ટુડિયો મેનેજરરૂપિયા 40,000
ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયરરૂપિયા 25,000
રેડિયો એન્જીનીયરરૂપિયા 25,000
રેડિયો કન્ટેન્ટ ક્રીયેટરરૂપિયા 25,000
રેડિયો ઓપરેટરરૂપિયા 22,000
ગ્રાફિક ડિઝાઈનરરૂપિયા 25,000
BAO Recruitment 2023 BAOU Recruitment 2023

નોકરીનું સ્થળ:

BAOU ની આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારનું નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેર રહશે જેના નામ તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

સુરતપાટણ
ભુજગોધરા
રાજકોટભાવનગર
અમદાવાદગાંધીનગર
BAOU Recruitment 2023 BAOU Recruitment 2023

લાયકાત:

BAOUની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://baou.edu.in/ પર અરજી કરી શકે છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાંમાં આપેલ માહિતી અનુસાર BAOU દ્વારા એસોસિયેટ પ્રોફેસરની 16, આસિસ્ટન્ટ પ્રોફેસરની 40, રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટરની 01, સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટની 01, રિજનલ ડાઈરેક્ટરની 07, આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટરની 07, સેક્શન ઓફિસરની 03, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 02, ડેપ્યુટી રજિસ્ટ્રારની 03, ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસરની 01, ઇલેક્ટ્રિક એન્જીનીયરની 01, સિવિલ એન્જીનીયરની 01, સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામરની 04, કમ્પ્યુટર પ્રોગ્રામરની 04, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની 01, નેટવર્ક એડમિનિસ્ટ્રેટરની 01, સ્ટુડિયો મેનેજરની 01, ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયરની 01, રેડિયો એન્જીનીયરની 01, રેડિયો કન્ટેન્ટ ક્રીયેટરની 01, રેડિયો ઓપરેટરની 01 તથા ગ્રાફિક ડિઝાઈનરની 01 જગ્યા ખાલી છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

મિત્રો, જો તમે BAOU ની આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની તમામ માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • આઈડી પ્રુફ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે BAOUની સત્તાવાર વેબસાઈટ https://baou.edu.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ કાઢી સાથે જરૂરી પુરાવાઓ જોડી ઓફલાઈન માધ્યમથી પણ મોકલવાના રહેશે. જેનું સરનામું “જ્યોતિમર્ય” પરિસર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગ, સરખેજ-ગાંધીનગર હાઇવે, છારોડી, અમદાવાદ – 382 481 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ VISITકરવા માટેઅહીં ક્લિક કરો