Gujarat Kanya Vidhyalay Bharti 2024: ગુજરાતમાં કન્યા વિદ્યાલયમાં ક્લાર્ક, હેલ્પર, ગૃહમાતા, શિક્ષક તથા અન્ય પદો પર પરીક્ષા વગર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Kanya Vidhyalay Bharti 2024
સંસ્થા | શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | – |
સત્તાવાર વેબસાઈટ | http://www.leuvapateltrustdhoraji.org/ |
સંસ્થા વિશે માહિતી:
શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી યુ.એલ.ડી કન્યા વિદ્યાલય, શ્રીમતી યુ.એલ.ડી મહિલા કોમર્સ એન્ડ બી.સી.એ કોલેજ તથા શ્રીમતી જે.એમ.કાછડીયા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય સંચાલિત છે જેમાં હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
જરૂરી તારીખો:
શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળની આ ભરતીની નોટિફિકેશન 13 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીના ફોર્મ 13 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.
પોસ્ટનું નામ:
શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા નીચે મુજબના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.
પ્રોફેશર (અંગ્રેજી) | શિક્ષક (સંસ્કૃત/ગુજરાતી) |
બી.સી.એ પ્રોફેશર | ક્લાર્ક |
શિક્ષક (અંગેજી) | રેક્ટર/ગૃહમાતા |
શિક્ષક (ગણિત,વિજ્ઞાન) | હેલ્પર |
અરજી ફી:
શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
વયમર્યાદા:
આ ભરતી જાહેરાતમાં કોઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી લાયકાત ધરાવતા તમામ વયમર્યાદાના અરજદારો અરજી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- રીઝયુમ/સી.વી અથવા બાયોડેટા
- ફોટો
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.
પગારધોરણ:
મિત્રો, આ ભરતીમાં ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન માધ્યમ જેમ કે વોટ્સએપથી અરજી કરી શકે છે. સ્કૂલ તથા હોસ્ટેલની ભરતીમાં અરજી કરવા માટે વોટ્સએપ નંબર – 90542 42180 છે જયારે કોલેજની ભરતીમાં અરજી કરવા માટે વોટ્સએપ નંબર – 90337 27033 છે. આ નંબર પર ફક્ત વોટ્સએપ કરવું.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો